User:CKoerner (WMF)/Support for our communities across India/gu

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page User:CKoerner (WMF)/Support for our communities across India and the translation is 100% complete.

Please help translate to your language

સમગ્ર ભારતમાં આપણા સમુદાયો માટે ટેકો

કેમ છો,

વિકિમીડિયાના પ્રકલ્પો તમારા દ્વારા ચલાવવામાં આવે છે - જેમાં વિશ્વભરના સ્વયંસેવકો, સમુદાયો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. આપણે સૌ કોઇ ભેગા મળીને વિકિમીડિયા પ્રકલ્પો અને મુક્ત જ્ઞાનના આ કાર્યને સમૃદ્ધ બનાવીને આગળ ધપાવવીએ છીએ.

તમે અફિલિએશન સમિતિ વડે વિકિમીડિયા ઇન્ડિયા ચેપ્ટરની માન્યતા દૂર કરવાના સૂચન વિશે સાંભળ્યું હશે. સમુદાયના કેટલાક સભ્યોએ વિકિમીડિયા સમુદાયોના ભારતમાં પર આની ભવિષ્યમાં શું અસર થશે એવું પૂછ્યું છે. અમે AffComના નિર્ણય વિશે તમને વધુ માહિતી આપવા માંગીએ છીએ અને ભારતના સમુદાયો માટે અમારી પ્રતિબદ્ધતા અને ટેકાની ખાતરી આપીએ છીએ.

અફિલિએશન સમિતિ એ સમુદાય વડે સંચાલિત સ્વંયસેવકોની સમિતિ છે જે વિકિમીડિયા જોડાણોનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ તેમને જરૂરી મદદ અને ટેકો પૂરો પાડે છે. વિકિમીડિયા ઇન્ડિયા સાથે તેના કાર્યોને ચેપ્ટરના ધારાધોરણો અનુરૂપ બનાવવા માટે કેટલાંક વર્ષો સુધી કામ કર્યા પછી, અફિલિએશન સમિતિએ જૂન ૨૦૧૯માં ચેપ્ટરના કરારને પુન: તાજો ન કરવાનું સૂચન કર્યું.

વિકિમીડિયા ઇન્ડિયાની શરૂઆત ચેપ્ટર તરીકે ૨૦૧૧માં થઇ હતી. ૨૦૧૫માં ચેપ્ટરની જરૂરિયાતોને પહોંચવામાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી. અફિલિએશન સમિતિ અને વિકિમીડિયા ફાઉન્ડેશન સાથે મળીને ચેપ્ટરની કાર્ય યોજના બનાવી અને ૨૦૧૭માં તે સારી સ્થિતિએ પહોંચ્યું. જોકે, ૨૦૧૭ અને ૨૦૧૯ની વચ્ચે ચેપ્ટર નાણાંકીય સહાય મેળવતી સંસ્થાનું લાયસન્સ મેળવવામાં સક્ષમ રહ્યું નહી અને હાલમાં તે ફાઉન્ડેશન તરફથી નાણાંકીય સહાય મેળવતી કાયદેસર અધિકૃત સંસ્થા નથી. ફાઉન્ડેશન અને અફિલિએશન સમિતિ બંનેએ આશા રાખી છે કે આ લાયસન્સ મેળવીને નોંધણી કરી શકાશે અને વિકિમીડિયા ચેપ્ટર આ માટે જરૂરી એવા બધાં પગલાં લેશે.

અમે ભારતના તેજ ગતિથી આગળ વધતા સમુદાયો માટે આભાર વ્યક્ત કરીએ છીએ, જેમણે સક્ષમ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યુ છે તેમજ મહત્વની વૈશ્વિક અસરો ઉપજાવી છે. વિકિમીડિયા ફાઉન્ડેશન હાલમાં ૮ ભારતીય ભાષાઓના યુઝર ગ્રુપ્સને ટેકો આપે છે અને અમે AffCom વડે બીજા બે ની જાહેરાત ટૂંક સમયમાં થવાની આશા રાખીએ છીએ. ભારતમાંથી વાચકો તરફથી વિકિપીડિયાનો ઉપયોગ દર મહિને ૭૦ કરોડ પાનાંઓ જેટલો થાય છે, અને ભારતીય ભાષાઓનો સમુદાય એ વિકિપીડિયા અને તેના પ્રકલ્પો માટે ફાઉન્ડેશનની પ્રાથમિકતા છે.

ભારત વિકિમીડિયા માટે મહત્વનું છે. વિકિમીડિયા ફાઉન્ડેશન ભારતના સંપાદકો, યોગદાનકર્તાઓ, વાચકો અને દાતાઓને ટેકો આપવા માટે કટિબદ્ધ છે. વિકિમીડિયા પ્રકલ્પો અને મુક્ત જ્ઞાનને મદદ કરવા માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. તમારી સાથે આ જ રીતે કામ કરવાની અમે આશા વ્યક્ત કરીએ છીએ.

વિકિમીડિયા ફાઉન્ડેશન વતી,

વેલેરી ડી'કોસ્ટા
ચીફ ઓફ કોમ્યુનિટી એન્ગેજમેન્ટ
વિકિમીડિયા ફાઉન્ડેશન