Jump to content

વિકિકોન્ફરન્સ ઇન્ડિયા ૨૦૨૬

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page WikiConference India 2026 and the translation is 100% complete.

'વિકિકોન્ફરન્સ ઇન્ડિયા ૨૦૨૬' એ સમગ્ર ભારત અને દક્ષિણ એશિયાના અમુક ભાગોમાં ભારતીય ભાષાના વિકિમીડિયા પ્રોજેક્ટો અને વ્યાપક વિકિમીડિયા ચળવળ સાથે સંકળાયેલાં વિકિમીડિયનો અને અન્ય ભાગીદારોને એક સાથે લાવવાના પ્રયાસરુપી ચોથી રાષ્ટ્રીય સ્તરની પરિષદ છે. આ પરિષદ કેરળના કોચી શહેરમાં ૪થી ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાશે.

WCI 2026ની વિષયવસ્તુ છે "જ્ઞાનભંડોળની પુનઃકલ્પના" - વિકાસ પામી રહેલા વિકિમીડિયા નિવસનતંત્રમાં સામુદાયિક નેતૃત્ત્વ. હાલમાં જ્યારે આપણે ઝડપથી વિકાસ પામી રહેલા રહેલા સામાજીક વણાંટ અને તકનીકી બદલાવોમાંથી પસાર થઈ રહ્યાં છીએ ત્યારે આ વિષયવસ્તુ સમુદાયને આ ડિજિટલ જ્ઞાનકોશની પારંપરિક સિમાઓથી પર જોવાનું માધ્યમ પૂરું પાડશે. જ્ઞાનભંડોળની પુનઃકલ્પનાનો અર્થ જ એ છે કે આપણી આ વિકિમીડિયા ચળવળને એક જીવંત નિવસનતંત્રની જેમ જોવી, એવું નિવસનતંત્ર કે જે લવચીક, સમાવિષ્ટ અને પ્રગતિશીલ વિચારધારા ધરાવતું હોય.

કોન્ફરન્સ ગ્રાન્ટ અને અમારા પાયાના ઉદ્દેશો

ઓનલાઇન માહિતીમાં વિશ્વાસ ઘટતો જઈ રહ્યો છે અને AI દ્વારા પેદા થતી સામગ્રીમાં ઝડપી વૃદ્ધિ થઈ રહી છે, ત્યારે સમુદાયની આગેવાની હેઠળના, માનવ સર્જિત જ્ઞાનને મજબૂત બનાવવું પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ બની ગયું છે.
  • પ્રાદેશિક ભાષાઓ અને સ્થાનિક જ્ઞાનને બળવત્તર કરવું:
જ્ઞાનભંડોળની પુનઃકલ્પના કરવી એ માત્ર સાધનો અથવા ફલક વિષે નથી-તે નેતૃત્વ વિષે પણ છે. તે એ સુનિશ્ચિત કરવા વિષે છે કે પ્રાદેશિક ભાષાઓ, સ્થાનિક જ્ઞાન પ્રણાલીઓ અને ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા ઇતિહાસ વૈશ્વિક ચળવળનાં કેન્દ્રમાં રહે.
  • ઓપન-એક્સેસ સહભાગિતા માટે નવિનતમ મોડેલો:
તે આપણને પરંપરાગત સંપાદનથી આગળ વિચારવા અને ભારત અને દક્ષિણ એશિયાની વિવિધતાને પ્રતિબિંબિત કરતી ભાગીદારી અને જ્ઞાન સર્જનની નવી રીતો શોધવા માટે પ્રોત્સાહિત કરે છે.
  • જ્ઞાનની ખૂટતી કડીઓ જોડવી:
મૌખિક પરંપરાઓ, વિવિધ માધ્યમો અને સહયોગી સાંસ્કૃતિક દસ્તાવેજીકરણનો સમાવેશ કરવા માટે લખાણ આધારિત જ્ઞાનથી આગળ વધવું.

સમયરેખા