Jump to content

Indic Wikisource Proofreadthon August 2021/Messsage/Gu

From Meta, a Wikimedia project coordination wiki

ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧[edit]

પ્રિય વિકિસ્રોત સંપાદક, ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.

જરૂરિયાતો

  • પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
  • સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
  • સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
  • સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
  • પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
  • સમયગાળો: ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ૦૦.૦૧ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
  • નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે.
  • ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.

હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.

આભાર.
Jayanta (CIS-A2K)
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K