Licensing update/Vote-header/gu

From Meta, a Wikimedia project coordination wiki
Translators: When updating the vote header, please also update its status at Licensing update/Header tracking so the updated content will be properly copied to the vote server.
વિકિમિડિયા ફાઉન્ડેશનનું ટ્રસ્ટી મંડળ વિકિમિડિયા કમ્યુનિટીને વિકિમિડિયા મટીરીયલના લાયસન્સની પ્રપોઝલ પર મત આપવા અનુરોધ કરે છે જેથી કરીને તે Creative Commons Attribution-ShareAlike license (CC-BY-SA) લાયસન્સ અંતર્ગત મળી શકે., જોકે આની સાથે ડ્યુઅલ લાયસન્સીંગ પોલીસી અંતર્ગત GNU વિના મૂલ્ય ડોક્યુમેન્ટેશન લાયસન્સ (GFDL) પણ ચાલુ રહેશે. ટ્રસ્ટી મંડળે જુદી જુદી બધી શક્યતાઓ તપાસી છે અને તે નિષ્કર્શ પર પહોંચ્યું છે કે પ્રસ્તુત પ્રસ્તાવ સૌથી વધુ યોગ્ય છે જેથી શૈક્ષણિક લેખો ઇત્યાદિનુ સંપાદન કરવાનું આપણું ધ્યેય સારી રીતે મેળવી શકાય અને જગતના તમામ લોકોને એ મટીરીયલ વિના મૂલ્યે કાયમ માટે આપી શકાય.

વધુ સ્પષ્ટતાથી કહીએ તો વિકિમિડિયા ફાઉન્ટેશનનો પ્રસ્તાવ બધી સાઇટને આવરી લેતી લાયસન્સીંગ શરતો નીચે મુજબ છે:

  1. હાલમાં GNU વિના મૂલ્ય ડોક્યુમેન્ટેશન લાયસન્સ (with “later version” clause)ને આધીન મુકેલું સર્વ મટીરીયલ વધારામાં CC-BY-SA 3.0માં પણ મુકવું, જેને GFDLની અધ્યતન આવૃતિ અન્વયે આવરી લેવાયું છે;
  2. નવા ફેરફારો માટે ડ્યુઅલ લાયસન્સીંગનો આગ્રહ રાખવો પણ ત્રીજી પાર્ટીના મટીરીયલને ફક્ત CC-BY-SA અન્વયે જ પરવાનગી આપવી;
  3. વપરાશકર્તાઓને જણાવવું કે ત્રીજી પાર્ટીના ફક્ત CC-BY-SA અન્વયે મુકેલ મટીરીયલનો ઉપયોગ GFDL અંતર્ગત કરવો નહીં.

લેખકો અને એડિટરોએ રી-યુઝર્સ દ્વારા વિકિપીડિયાને લેખો માટે અપાતી ક્રેડિટ (જે તેઓના આર્ટીકલમાં URL કે લિંક દ્વારા આપી શકાય) માટે પોતાની સંમતિ આપવાની રહેશે, જે વર્તમાન પોલીસીને સુસંગત છે તેમજ CC-BY-SAના લાયસન્સીંગ મોડેલને પણ સુસંગત છે.

વધુ વિગતો અને નવી શરતોની ભાષા માટે લાયસન્સીંગ અપડેટ જુઓ.

સામાન્ય રીતે પુછાતા પ્રશ્નોના જવાબો માટે મહેરબાની કરીને પ્રશ્નોત્તરી જુઓ.

આ પ્રસ્તાવ પરના મતદાનને આનુસંગિક, ટ્રસ્ટી મંડળ છેવટે નિર્ણય લેશે. આ પ્રસ્તાવમાં દર્શાવેલ નીતિ લાગુ કરવા માટે ઓછામાં ઓછા ૫૦% મત તેની તરફેણમાં હોવા જોઇએ. જો ૫૦% કરતાં ઓછા મત આ પ્રસ્તાવને મળશે તો ટ્રસ્ટી મંડળ બીજા વિકલ્પો સાથે ફરી વખત કમ્યુનિટીના અભિપ્રાય માટે દરખાસ્ત કરશે.