ટેક/સર્વર બદલી ૨૦૧૭
આ સંદેશ અન્ય ભાષામાં વાંચો • Please help translate to your language
વિકીમિડિઆ ફાઉન્ડેશન ડલ્લાસમાં તેના બીજા ડેટા સેન્ટરની ચકાસણી કરશે. આનાથી વિકિપીડિયા અને અન્ય વિકિમીડિઆ વિકિઓ કોઇ દુર્ઘટના પછી પણ ચાલુ રહેશે. બધું યોગ્ય રીતે કાર્ય કરે છે તે ચકાસવા માટે વિકિમીડિઆ ટેકનોલોજી વિભાગને પૂર્વયોજીત ચકાસણી કરવી જરૂરી છે. આ ચકાસણી એક ડેટા સેન્ટરમાંથી બીજા ડેટા સેન્ટરમાં બદલવાની ક્રિયા યોગ્ય રીતે કામ કરે છે કે નહી તે દર્શાવશે. આ માટે ઘણી બઘી તૈયારીઓ જરૂરી છે અને અણધારી મુશ્કેલીઓ નિવારવા માટે ટેકનોલોજી વિભાગના સભ્યોની હાજરી જરૂરી છે.
તેઓ બધો ટ્રાફિક બીજા ડેટા સેન્ટર પર બુધવાર, ૧૯ એપ્રિલ ૨૦૧૭ ના રોજ વાળશે. બુધવાર, ૩ મે ૨૦૧૭ ના રોજ પ્રાથમિક ડેટા સેન્ટર પર પાછા ફરવામાં આવશે.
દુર્ભાગ્યે મિડિઆવિકિની કેટલીક મર્યાદાઓને કારણે બધા ફેરફારો આ બદલી દરમિયાન બંધ રાખવા જ પડશે. અસુવિધા માટે અમે ક્ષમા માંગીએ છીએ અને ભવિષ્યમાં આવું ઓછામાં ઓછું થાય એ માટે તૈયારી કરી રહ્યા છીએ.
ટૂંકા સમયગાળા માટે બધી વિકિઓ તમે વાંચી શકશો, પણ તેમાં ફેરફારો નહી કરી શકો.
- તમે બુધવાર, ૧૯ એપ્રિલ અને બુધવાર ૩ મે ના રોજ લગભગ ૨૦ થી ૩૦ મિનિટો દરમિયાન કોઇ ફેરફારો કરી શકશો નહી. આ ચકાસણી 14:00 UTC (15:00 BST, 16:00 CEST, 10:00 EDT, 07:00 PDT, 23:00 JST) સમય પર શરૂ થશે.
- જો તમે આ દરમિયાન ફેરફાર અથવા પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરશો તો, તમને ક્ષતિ સંદેશ જોવા મળશે. અમે આશા રાખીએ છીએ કે આ મિનિટો દરમિયાન કોઇપણ ફેરફારો નષ્ટ નહી પામે, પરંતુ અમે કોઇ બાંયધરી લેતા નથી. જો તમને ક્ષતિ સંદેશ જોવા મળે તો બધું સામાન્ય થાય ત્યાં સુધી રાહ જુઓ. પછી તમે તમારા ફેરફારો સંગ્રહ કરી શકશો. પરંતુ અમે તમારા ફેરફારોની એક નકલ બનાવી લેવાનું સૂચન કરીએ છીએ.
અન્ય અસરો:
- પાશ્વભાગમાં ચાલતી ક્રિયાઓ ધીમી હશે અને કેટલીક ક્રિયાઓ બંધ કરવામાં આવશે. લાલ કડીઓ સામાન્ય કરતાં ઓછી ઝડપે સુધારાશે. જો તમે અન્ય ક્યાંક કડી કરેલો લેખ બનાવશો, તો તે કડી સામાન્ય કરતા વધુ સમય માટે લાલ રહેશે. કેટલીક લાંબા સમય માટે ચાલતી સ્ક્રિપ્ટ બંધ કરવામાં આવશે.
- ૧૭ એપ્રિલ ૨૦૧૭ અને ૧ મે ૨૦૧૭ના અઠવાડિયાઓ દરમિયાન કોડ બદલવાનું બંધ રખાશે. અત્યંત ન જરૂરી હોય તેવા કોડ સુધારાઓ થશે નહી.
આ કદાચ જરૂર પડે તો પાછું પણ ઠેલાય. તમે wikitech.wikimedia.org પર હાલની સ્થિતિ જાણી શકો છો. ત્યાં બધાં ફેરફારોની જાહેરાત કરવામાં આવશે. આ વિશે વધુ સંદેશાઓ મોકલવામાં આવશે. મહેરબાની કરીને આ માહિતી તમારા સમુદાયમાં વહેંચો. /User:Whatamidoing (WMF) (talk)